કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની શાનદાર ઉજવણી

તારીખ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ .આ દિવસની કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ દ્વારા શાનદાર ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે આયોજિત “જીવનમાં વૃક્ષોનું મહત્વ “વિષય પર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં કુમારી સાક્ષી શાહ પ્રથમ નંબરે વિજેતા થતા પ્રોગ્રામ ઓફિસરના હસ્તે તેને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. કોલેજના સ્ટાફ તથા એનએસએસ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોની સાર સંભાળ લેવામાં આવી હતી.

